Std 7 · વાંચન · વિધાન 9 / 10

ફકરાનું વાંચન

પગલું 9 / 10 — વાંચન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
  • (આ) વાળા શબ્દોનું વાંચન
  • (એ) વાળા શબ્દોનું વાંચન
  • (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
  • (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
  • (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
  • જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
  • સાદા અને સરળ વક્યોનું વાંચન
Quick review mix:
વ્યવહાર પૂરણપોળી કામકાજ ધર્માલય પહેરવેશ પૌરાણિક અપમાન સંગીતા અમર અક્ષર લખ. પોલીસ
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ઋતુઓ પૃથ્વીની સૂર્ય આસપાસની ગતિને કારણે બદલાય છે. ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તેથી ઠંડી લાગે છે. ઉનાળામાં સૂર્યના કિરણો સીધા પડવાથી ગરમી લાગે છે. ચોમાસામાં સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદ લાવે છે. ઋતુ બદલાય તેમ આપણા ખોરાક અને પોશાકમાં પણ ફેરફાર થાય છે. દરેક ઋતુનું આપણું જીવન અને ખેતીમાં ખાસ મહત્વ છે. જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ છે. શ્રાવણ વદ આઠમના દિવસે મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે બાર વાગ્યે આરતી કરે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દહીંહાંડી ફોડવાનો કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય છે. 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. કૃષ્ણ ભક્તિનો આ અનોખો તહેવાર છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આપણી સુરક્ષા માટે જરૂરી છે. રસ્તો ઓળંગતી વખતે હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો. લાલ લાઈટ થાય ત્યારે વાહન થોભાવવું જોઈએ. લીલી લાઈટ થાય ત્યારે જ આગળ વધવું. ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ન કરવી જોઈએ. અકસ્માતથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે.