Std 7 · લેખન · વિધાન 9 / 10

ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.

પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
Quick review mix:
દૂધપાક ભેળસેળ પૂરણપોળી કારભાર નબળી ગડમથલ નાનપણ ભરત ભજન કર. નવેમ્બર મિથિલેશ
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
સ્વામી વિવેકાનંદ એક મહાન સંત અને વિચારક હતા. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેમણે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા હતા. શિકાગોની ધર્મસભામાં તેમણે આપેલું ભાષણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને કહ્યું હતું, 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'. તેમણે સમાજસેવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેમનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવાય છે. રાતનું આકાશ અદભુત દ્રશ્ય સર્જે છે. અંધારામાં ટમટમતા તારાઓ હીરા જેવા લાગે છે. શું તમે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથ જોયું છે? ચંદ્ર રાત્રે શીતળ પ્રકાશ આપે છે અને પૃથ્વીની શોભા વધારે છે. અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી, પણ પૂનમે તે પૂર્ણ કળાએ ખીલે છે. ખગોળશાસ્ત્રીઓ ટેલિસ્કોપ વડે આકાશનો અભ્યાસ કરે છે. બ્રહ્માંડમાં આપણી પૃથ્વી જેવો બીજો કોઈ ગ્રહ છે કે કેમ, તે એક રહસ્ય છે! મોબાઈલ ફોન આજના જમાનાનું અદ્ભુત સાધન છે. તેના દ્વારા આપણે દૂર રહેતા સગાંવહાલાં સાથે વાત કરી શકીએ છીએ. હવે તો મોબાઈલમાં વિડિયો કોલિંગની સુવિધા પણ છે. મોબાઈલથી ફોટા પાડી શકાય છે અને ઈન્ટરનેટ વાપરી શકાય છે. ભણવા માટે પણ સ્માર્ટફોન ઉપયોગી છે. પરંતુ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ જોખમી છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
Std 7 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 7 પેપર બનાવો →