Std 5 · લેખન · વિધાન 9 / 10
ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.
પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
- કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
- (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
- (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
- (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
- (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
- જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
- સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
Quick review mix:
દૌલત
ઘાયલ
દે
રમતગમત
અવરજવર
મૈત્રી
પાવક
વેપાર
સુહાની
સાંધ્યું
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
કચ્છનું સફેદ રણ કુદરતની અજાયબી છે. તે મીઠાનું રણ છે જે શિયાળામાં સફેદ ચાદર જેવું લાગે છે. પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં રણ ચમકી ઉઠે છે. અહીં દર વર્ષે 'રણોત્સવ' નું આયોજન થાય છે. પ્રવાસીઓ અહીં તંબુમાં રહેવાનો અને ઊંટ સવારીનો આનંદ લે છે. કચ્છની ભરતગૂંથણ કળા અને હસ્તકળા ખૂબ પ્રખ્યાત છે. 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' એ વાત સાવ સાચી છે.
મેઘધનુષ આકાશમાં રચાતું એક સુંદર કુદરતી દ્રશ્ય છે. ચોમાસામાં વરસાદ પછી સૂર્યની વિરુદ્ધ દિશામાં તે દેખાય છે. સૂર્યના કિરણો વરસાદના ટીપાંમાંથી પસાર થાય ત્યારે સાત રંગોમાં વહેંચાય છે. આ સાત રંગો છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તેને ટૂંકમાં 'જાનીવાલીપીનારા' તરીકે યાદ રાખી શકાય છે. મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળાકાર સ્વરૂપે જોવા મળે છે. બાળકોને મેઘધનુષ જોવું ખૂબ ગમે છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર આપણા બંધારણના ઘડવૈયા છે. તેમણે જીવનભર દલિતો અને પછાત વર્ગોના ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમનો જન્મ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. તેમણે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા. તેમણે લોકોને 'શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો' નો મંત્ર આપ્યો હતો. તેમને 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.
Std 5 લેખન — બધા વિષયો
1. મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
2. કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
3. (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
4. (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
5. (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
6. (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
7. જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
8. સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
9. ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે. 👈
10. આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.
Std 5 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 5 પેપર બનાવો →