Std 5 · લેખન · વિધાન 9 / 10

ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.

પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
Quick review mix:
યોજના દોડો પાવક બનેવી કલ્પેશ ઉદેશ જલચર સાંધ્યું અનુકરણ જાવક
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
રાતનું આકાશ અદભુત દ્રશ્ય સર્જે છે. અંધારામાં ટમટમતા તારાઓ હીરા જેવા લાગે છે. શું તમે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથ જોયું છે? ચંદ્ર રાત્રે શીતળ પ્રકાશ આપે છે અને પૃથ્વીની શોભા વધારે છે. અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી, પણ પૂનમે તે પૂર્ણ કળાએ ખીલે છે. ખગોળશાસ્ત્રીઓ ટેલિસ્કોપ વડે આકાશનો અભ્યાસ કરે છે. બ્રહ્માંડમાં આપણી પૃથ્વી જેવો બીજો કોઈ ગ્રહ છે કે કેમ, તે એક રહસ્ય છે! સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના 'લોખંડી પુરુષ' હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે ભારતભરના ૫૬૨ રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. સરદાર પટેલ ખેડૂતોના હક માટે લડ્યા હતા. તેમની યાદમાં નર્મદા નદી પર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવામાં આવ્યું છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેમની દ્રઢ ઈચ્છાશક્તિ યુવાનો માટે પ્રેરણારૂપ છે. રવિશંકર મહારાજને ગુજરાતના 'મુઠ્ઠી ઊંચેરા માનવી' કહેવાય છે. તેમણે આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. દુકાળ હોય કે પૂર, મહારાજ હંમેશા લોકોની મદદે દોડી જતા. તેમણે બહારવટિયાઓના હૃદય પરિવર્તનનું કામ પણ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના તેમના આશીર્વાદથી થઈ હતી. તેઓ ખૂબ સાદાઈથી રહેતા અને ખભે થેલી લટકાવીને ફરતા. ઝવેરચંદ મેઘાણીએ તેમને 'માણસાઈના દીવા' કહ્યા છે.
Std 5 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 5 પેપર બનાવો →