Std 4 · વાંચન · વિધાન 9 / 10

ત્રણ ચાર વાક્યોવાળા ફકરાનું વાંચન

પગલું 9 / 10 — વાંચન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
  • (આ) વાળા શબ્દોનું વાંચન
  • (એ) વાળા શબ્દોનું વાંચન
  • (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
  • (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
  • (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
  • જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
  • સાદા અને સરળ વક્યોનું વાંચન
Quick review mix:
ડકડક મણિ સુવર બેસ રમેશ ચિરાગ સુરા જમો ગોઠણ અજય ગઢ ચડ.
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસનાનો અને પતંગનો તહેવાર છે. ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. અગાશીઓ પરથી 'કાઈપો છે' અને 'લપેટ' ના અવાજો સંભળાય છે. લોકો તલના લાડુ, ચીકી અને ઉંધિયું ખાય છે. ગાયોને ઘાસ અને દાન-પુણ્ય કરવાનો પણ મહિમા છે. રાત્રે લોકો તુક્કલ ઉડાડે છે જે આકાશમાં દીવા જેવી લાગે છે! મહાત્મા ગાંધીનો જન્મ ૨જી ઓક્ટોબરે પોરબંદરમાં થયો હતો. તેઓ આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. તેમણે સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદી અપાવી. ગાંધીજી હંમેશા સાદું જીવન જીવતા અને ખાદી પહેરતા હતા. તેમણે દાંડીકૂચ કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. લોકો તેમને પ્રેમથી 'બાપુ' કહીને બોલાવે છે. તેમના વિચારો આજે પણ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. દરિયાકિનારે ફરવાની મજા તો બધાને આવે છે. દરિયો વિશાળ અને ઊંડો હોય છે અને તેનું પાણી ખારું હોય છે. મોજાં ઉછળતા જોઈને મન આનંદિત થઈ જાય છે. દરિયામાંથી આપણને માછલી, શંખ અને છીપલાં મળે છે. શું તમે જાણો છો કે દરિયાના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે? સૂર્યાસ્ત સમયે દરિયાનું દ્રશ્ય ખૂબ જ રમણીય લાગે છે. આપણે દરિયાકિનારે કચરો ફેંકવો જોઈએ નહિ.