Std 4 · વાંચન · વિધાન 9 / 10
ત્રણ ચાર વાક્યોવાળા ફકરાનું વાંચન
પગલું 9 / 10 — વાંચન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
- (આ) વાળા શબ્દોનું વાંચન
- (એ) વાળા શબ્દોનું વાંચન
- (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
- (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
- (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
- જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
- સાદા અને સરળ વક્યોનું વાંચન
Quick review mix:
બગલો
અવસર
વૈશાલી
ગાગર
બકુલ
ભણેલ
ગગન રથ ચલ.
ગાભા
બોયડી
દસ્તક
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
રમતગમત જીવનનો અવિભાજ્ય અંગ છે. રમવાથી શરીર કસાયેલું અને મજબૂત બને છે. ક્રિકેટ, હોકી, કબડ્ડી અને ખો-ખો લોકપ્રિય રમતો છે. મોબાઈલ ગેમ્સ રમવા કરતા મેદાનમાં રમવું વધુ સારું છે. રમવાથી આપણામાં ખેલદિલી અને સંઘભાવના વિકસે છે. 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' મંત્ર રમતોને પ્રોત્સાહન આપે છે. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ હોય છે.
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તે દેખાવે ખૂબ જ સુંદર હોય છે. તેના માથે કલગી હોય છે અને પીંછા રંગબેરંગી હોય છે. ચોમાસામાં વાદળો જોઈને મોર કળા કરીને નાચે છે. તેનો અવાજ 'ટેહૂંક ટેહૂંક' હોય છે. મોર ખેતરમાંથી જીવજંતુઓ ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર છે. મોરનું પીંછું ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મુગટમાં પહેરે છે.
હોળી રંગો અને ઉલ્લાસનો તહેવાર છે. ફાગણ મહિનાની પૂનમે હોળી પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે ધુળેટીનો તહેવાર આવે છે, જેમાં લોકો એકબીજા પર રંગ છાંટે છે. શું તમને પિચકારીથી રમવું ગમે છે? હોળી ભક્ત પ્રહલાદની યાદમાં ઉજવાય છે. આ દિવસે લોકો ખજૂર, ધાણી અને ચણા ખાય છે. રાજસ્થાન અને વ્રજની હોળી આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ તહેવાર વેરઝેર ભૂલીને પ્રેમથી મળવાનો સંદેશ આપે છે.
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- આરોહ-અવરોહયુક્ત અને વિરામચિન્હોને ધ્યાનમાં રાખીને વાંચન
Std 4 વાંચન — બધા વિષયો
1. મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
2. (આ) વાળા શબ્દોનું વાંચન
3. (એ) વાળા શબ્દોનું વાંચન
4. (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
5. (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
6. (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
7. જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
8. સાદા અને સરળ વક્યોનું વાંચન
9. ત્રણ ચાર વાક્યોવાળા ફકરાનું વાંચન 👈
10. આરોહ-અવરોહયુક્ત અને વિરામચિન્હોને ધ્યાનમાં રાખીને વાંચન
Std 4 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 4 પેપર બનાવો →