Std 4 · લેખન · વિધાન 10 / 10

આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.

પગલું 10 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
  • ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.
Quick review mix:
જન હવન કર. બાકસ બડબડ સંબંધી અજય ગઢ ચડ. અજબગજબ લાકડા રંજન લેખક નૈમિષ
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
સત્ય બોલવું એ સૌથી મોટો સદ્ગુણ છે. ગાંધીજીએ હંમેશા સત્યનો માર્ગ અપનાવ્યો હતો. જૂઠ બોલવાથી આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. એક જૂઠ છુપાવવા માટે સો જૂઠ બોલવા પડે છે. સત્યવાદી માણસ હંમેશા નિડર હોય છે. હરિશ્ચંદ્ર રાજા તેમના સત્ય માટે જાણીતા હતા. આપણે જીવનમાં હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસનાનો અને પતંગનો તહેવાર છે. ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. અગાશીઓ પરથી 'કાઈપો છે' અને 'લપેટ' ના અવાજો સંભળાય છે. લોકો તલના લાડુ, ચીકી અને ઉંધિયું ખાય છે. ગાયોને ઘાસ અને દાન-પુણ્ય કરવાનો પણ મહિમા છે. રાત્રે લોકો તુક્કલ ઉડાડે છે જે આકાશમાં દીવા જેવી લાગે છે! દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. તે આસો મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરને દીવાઓ અને રોશનીથી શણગારે છે. આ તહેવાર પર લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. બાળકો નવા કપડાં પહેરે છે અને ફટાકડા ફોડે છે. એકબીજાના ઘરે જઈને 'સાલ મુબારક' કહેવાનો રિવાજ છે. દિવાળી અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ તહેવાર જીવનમાં નવી આશા અને ઉમંગ લાવે છે.
Std 4 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 4 પેપર બનાવો →