Std 8 · વાંચન · વિધાન 9 / 10

ફકરાનું વાંચન

પગલું 9 / 10 — વાંચન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
  • (આ) વાળા શબ્દોનું વાંચન
  • (એ) વાળા શબ્દોનું વાંચન
  • (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
  • (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
  • (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
  • જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
  • સાદા અને સરળ વક્યોનું વાંચન
Quick review mix:
સમાચાર દાવેદાર મેઘધનુષ જાન્યુઆરી દૂધપાક ચકલી સમીર શરદ સફળ બન. ભારતમાતા જળકુકડી
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ડૉ. બાબાસાહેબ આંબેડકર આપણા બંધારણના ઘડવૈયા છે. તેમણે જીવનભર દલિતો અને પછાત વર્ગોના ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમનો જન્મ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. તેમણે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા. તેમણે લોકોને 'શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો' નો મંત્ર આપ્યો હતો. તેમને 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ એક મહાન સંત અને વિચારક હતા. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેમણે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા હતા. શિકાગોની ધર્મસભામાં તેમણે આપેલું ભાષણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને કહ્યું હતું, 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'. તેમણે સમાજસેવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેમનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવાય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેને દૈનિક ગતિ કહેવાય છે. આ ગતિને કારણે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોય ત્યાં દિવસ હોય છે. પાછળના ભાગમાં અંધારું હોવાથી ત્યાં રાત હોય છે. પૃથ્વીને એક ચક્કર પૂરું કરતા ૨૪ કલાક લાગે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તેથી આપણને સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો લાગે છે.