Std 6 · વાંચન · વિધાન 9 / 10

ફકરાનું વાંચન

પગલું 9 / 10 — વાંચન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
  • (આ) વાળા શબ્દોનું વાંચન
  • (એ) વાળા શબ્દોનું વાંચન
  • (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
  • (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
  • (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
  • જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
  • સાદા અને સરળ વક્યોનું વાંચન
Quick review mix:
સુદૈવ લકડખોદ કલાકાર અજય બસ પકડ. પાર્વતી મહાદેવ ઓક્ટોબર શિવાલય સુદેવ મૈથિલી
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે પૃથ્વી પર ચાલી શકીએ છીએ. સર આઈઝેક ન્યૂટને આ બળની શોધ કરી હતી. જ્યારે તેમણે સફરજનને ઝાડ પરથી નીચે પડતું જોયું, ત્યારે તેમને વિચાર આવ્યો. પૃથ્વી દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે. જો ગુરુત્વાકર્ષણ ન હોત, તો આપણે હવામાં ઉડતા હોત! ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી અવકાશયાત્રીઓ હવામાં તરે છે. સુભાષચંદ્ર બોઝ 'નેતાજી' ના નામથી જાણીતા છે. તેમણે 'આઝાદ હિન્દ ફોજ' ની સ્થાપના કરી હતી. તેમણે દેશવાસીઓને કહ્યું હતું, 'તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા'. તેમણે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો. તેમનું જીવન દેશભક્તિ અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ છે. તેમનું રહસ્યમય મૃત્યુ આજે પણ ચર્ચાનો વિષય છે. આપણે તેમને હંમેશા યાદ રાખીશું. ઋતુઓ પૃથ્વીની સૂર્ય આસપાસની ગતિને કારણે બદલાય છે. ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તેથી ઠંડી લાગે છે. ઉનાળામાં સૂર્યના કિરણો સીધા પડવાથી ગરમી લાગે છે. ચોમાસામાં સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદ લાવે છે. ઋતુ બદલાય તેમ આપણા ખોરાક અને પોશાકમાં પણ ફેરફાર થાય છે. દરેક ઋતુનું આપણું જીવન અને ખેતીમાં ખાસ મહત્વ છે.