Std 6 · લેખન · વિધાન 10 / 10

આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.

પગલું 10 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
  • ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.
Quick review mix:
વૈદરાજ શરદ ગગન ચડ. નવરાત્રી ગુજરાતનો સૌથી લાંબો અને લોકપ્રિય લોકઉત્સવ છે. નવ રાત સુધી માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા અને રાસ રમે છે. પરંપરાગત પોશાકો અને ઘરેણાં પહેરીને લોકો સજીધજીને આવે છે. શું તમે ગરબા રમવા જાઓ છો? નવરાત્રીમાં શેરીઓ અને મેદાનો સંગીતના સૂરથી ગુંજી ઉઠે છે. દસમા દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે, જે અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે. ભરત ભજન કર. સહાનુભૂતિ ધર્માલય મહારાજા કલ્યાણ અભિજિત માલદાર
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ચુંબક લોખંડની વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે. ચુંબકને બે ધ્રુવો હોય છે: ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. હોકાયંત્રમાં ચુંબકીય સોય વપરાય છે જે હંમેશા ઉત્તર-દક્ષિણ દિશા બતાવે છે. પૃથ્વી પણ એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે. સ્પીકર, મોટર અને જનરેટરમાં ચુંબકનો ઉપયોગ થાય છે. ચુંબકની શોધ મેગ્નેશિયા નામના પ્રદેશમાં થઈ હતી. સ્વામી વિવેકાનંદ એક મહાન સંત અને વિચારક હતા. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેમણે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા હતા. શિકાગોની ધર્મસભામાં તેમણે આપેલું ભાષણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને કહ્યું હતું, 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'. તેમણે સમાજસેવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેમનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવાય છે. પરોપકાર એટલે બીજાનું ભલું કરવું. વૃક્ષો પોતે તડકો વેઠીને બીજાને છાંયડો આપે છે. નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી. સજ્જન લોકો હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહે છે. આપણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. સ્વાર્થ છોડીને પરમાર્થનું કામ કરવું એ સાચો ધર્મ છે. બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે.
Std 6 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 6 પેપર બનાવો →